વિરહની વેદના
વિરહની વેદના
તુજ સંગ માણેલ પળોને, હું યાદ કરી રહી છું,
બાકી તો પ્રિયતમ આમ જ, હું જીવન વિતાવી રહી છું.
તુજને સપનામાં નિહાળીને, હું રોમાંચિત બની રહી છું,
તારા મિલનની આશાએ, હું જીવન વિતાવી રહી છું.
તસ્વીર દિલમાં વસાવીને, હું આરાધના કરી રહી છું,
તુજને પ્રેમ દૂત માનીને, હું જીવન વિતાવી રહી છું.
નયનોથી અશ્રું વહાવીને, હું હર પળ પોકારી રહી છું,
તારા પ્રેમાળ દિલમાં સમાવવા, હું જીવન વિતાવી રહી છું.
તારા વિના આ જીવનને, હું અધૂરૂં માની રહી છું,
"મુરલી" પ્રેમ સાગરને મળવા,હું જીવન વિતાવી રહી છું.

