STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Romance

વિરહની પળો

વિરહની પળો

1 min
223

તમે મારા દિલમાં આવો તો,

હું કદી ના પાડતો જ નથી,


તમારા માટે દિલના દ્વાર હું,

ક્યારેય બંધ રાખતો નથી,


ખખડાવો મારા દિલના દ્વાર,

ખોલવા વિલંબ કરતો નથી, 


તમે મારા દિલમાં વસવાનો,

પ્રયત્ન પણ કદી કરતા નથી,


કમનસીબી એવી છે મારી કે,

તમે દરકાર કદી કરતા નથી,


ભલે વાટ જોવી પડે તમારી,

તમને હું ભૂલવા તૈયાર નથી,


તડપી રહ્યો છું તમને મળવા,

તમે વાયદો પાળતા જ નથી,


દિવસો જુદાઈના જાય છે મારા,

તમારું આગમન થતું જ નથી,


ઝગડા જીવનમાં થયા કરે છે,

ગંભીર કદી પણ લેવાતા નથી,


હું તો હર પળ મનાવું છું તમને,

તમે જિદ છોડવા તૈયાર નથી,


પ્રેમનો તંતુ બાંધ્યો તમારી સંગ,

તેને તોડવા હું માંગતો જ નથી,


નારાજ બની તમને છોડવાનો,

વિચાર પણ કદી હું કરતો નથી,


પ્રેમની મોસમ ખીલી છે વાલમ,

તમારા વિના મને ગમતું નથી,


"મુરલી" વિરહની છેડુ હું વાલમ,

તમારી યાદ વિસરાતી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance