વિનોબા
વિનોબા
હતો હું એક નાનો જિજ્ઞાસુ હોંશીલો બાળ
આઝાદી ચળવળનો રમતો અનેરો કાળ
જ્ઞાન યોગનાં સપનાંની હિમાલય દે ભાળ
ક્રાંતિની ભાવના નિત ખેંચે અમને બંગાળ,
ઘૂમ્યા અમે યુવાનીના જોશે બનારસ કાશી
અચાનક પીરસે મહારસ નીડર મહાત્મા ગાંધી
ચરણ ચાંપી દોડી આવ્યા અમે આશ્રમને દ્વાર
ને મળ્યું ક્રાન્તિ શાંતિનું અનેરું સંગમ સ્થાન,
ઊભરી આશ કોચરબ આશ્રમે એની સૂણી વાણી
માટીમાંથી સાચા માનવ બનાવે ગાંધી પારસમણી
દીઠા અસભ્ય રખડું ને થાતા નમ્ર સેવક
કૃતાર્થ દીઠો આજ ભાવે, આ નાનો ભાવે વિનાયક,
મેં મારી મતિથી, કીધી મહામાનવની પરીક્ષા
ના મળી સત્ય નિષ્ઠામાં એની કોઈ ન્યૂનતા
મિથ્યા બોલવું એજ છે પાપ સમજાવે બાપા
મન થયું અધીર, આજ અધિક રાજીપો રળવા,
ગીતામાં વાંચ્યું હતું કોણ કહેવાય સ્થિતપ્રજ્ઞ
કેવો આ વામન શરીર ધારી છેડે આ યજ્ઞ
વદે ગાંધીજી, હિંદની ઉન્નતિમાં થાજે અગ્રેસર
તારું ચરિત્ર મનભાવન દીસે મારા ઓ વિનાયક,
દૃઢ દયામય થઈ ભાવે ગાંધી ચરણે નમ્યો
ચિનગારીએ પ્રગટાવ્યો મુજમાં મહાનલ ગરવો
ગાંધી હાકે જાગ્યા જન્મભૂમિનાં અનેક સંતાનો
મળ્યો વિનોબા સંત ભારતમાને ચરણે સયાણો.
