વિજ્ઞાન દિન
વિજ્ઞાન દિન
અઠ્ઠયાવીસમી ફેબ્રુઆરી, ભારતમાં ઉજવાય છે,
સી.વી. રામનની યાદમાં, વિજ્ઞાન દિન ઉજવાય છે.
પૈડું, અગ્નિ ને ચક્રની, પુરાણી વાતો થાય છે,
દિન-પ્રતિદિન નવા પ્રયોગો, નિદર્શન રૂપે થાય છે.
નવી-નવી ટેકનોલોજીથી, હરણ ફાળ ભરાય છે,
આકાશે-પાતાળે જુઓ, માનવ ફરતો થાય છે.
વૈજ્ઞાનિકના જીવન-કથનો, વક્તવ્ય રૂપે અપાય છે,
સેમિનાર ને કાર્યક્રમો, ધામધૂમથી ઉજવાય છે.
ફૂલ્યા-ફાલ્યા વિજ્ઞાનની, અવનવી શોધો થાય છે,
કોરોના જેવી મહામારીથી, માનવ બચી જાય છે.
વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોની, જય જય જયકાર થાય છે,
ટેકનોલોજીના યુગે 'વાલમ' દુનિયા મુઠ્ઠીમાં થાય છે.