STORYMIRROR

Purvi Shukla

Tragedy Inspirational

3  

Purvi Shukla

Tragedy Inspirational

વીસની ચીસ

વીસની ચીસ

1 min
227

વર્ષ નવું આવતાં ક્યાં નવું કાઈ થાય છે ?

પણ કોરોના જશે એટલે શાંતિ છવાય છે.


કાળ બની આવ્યો હતો જીવ નાનો એક,

આ કોરોનાથી કેટલાયની રોટી છીનવાય છે.


 કોઈ દવા દુવા મારણ ના હતું કોરોનાનું

 હા રસી શોધવા એની ફાંફાં તો મરાય છે.


 ના યુધ્ધનું મેદાન હતું ના તોપ ગોળાબારી,

 ઘરે બેસીને લડવાની કોરોના સંગની લડાઈ છે.


છૂટ મળી છો બહાર જવાની અમને તો હવે,

તોય ભૂતકાળને ના જરા વિસરાય છે.


દસ મહિનાઓથી ઘરે પૂરાઈ રહેલા હતાં,

એમનાથી જ્યાં જવું હોય ત્યાં જવાય છે,


કોઈ દવા- દુવા મારણ ના હતું કોરોનાનું,

શોધવા રસી એની ફાંફાં તો મરાય છે.


એક વાત શીખવી ગયું છે વર્ષ આ વીસ નું,

ઘર પરિવારથી સુરક્ષિત બીજું ના કહેવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy