વીરોને યાદ કરીએ
વીરોને યાદ કરીએ
ચાલો ચાલો વીરોના વીરને યાદ કરીએ
ચાલો ચાલો દેશના સાચા વીરને યાદ કરીએ,
ચાલો નીડરને યાદ કરીએ યાદ કરીને આઝાદ એને કહીએ,
ચાલોને સુભાષને યાદ કરીનેનેતાજી એને કહીએ,
ચાલો ભગતસિંહને યાદ કરીએ
યાદ કરીને શહીદ એને કહીએ,
ચાલોને સાવરકરને યાદ કરીએ
યાદ કરીને વીર એને કહીએ,
ચાલો ગાંધીજીને યાદ કરીએ
યાદ કરીને બાપુ એને કહીએ,
ચાલોને વલ્લભભાઈને યાદ કરીએ
યાદ કરીને સરદાર એને કહીએ,
ચાલોને વીરોને યાદ કરીએ
યાદ કરીને તેમને મળીએ.
