હું એક શિક્ષક છું
હું એક શિક્ષક છું
ગર્વ સાથે કહું હું એક શિક્ષક છું,
કાળા બોર્ડ પર ભવિષ્ય ઉજળું કરું.
વહેતા ઝરણાની વર્ગમાં મોજ કરું,
પરી બની આકાશે વિહરું નવી વાત કરું.
ગર્વ સાથે કહું હું એક શિક્ષક છું,
હિમાલયની ઉંચાઈએ પહોંચું,
દરિયાની સપાટી પર તરું,
ગર્વ સાથે કહું હું એક શિક્ષક છું,
બ્રહ્માંડની સફર બાળકો સાથે ખેડુ,
અવનવી રમતોમાં જાન મારી રેડું.
ગર્વ સાથે કહું હું એક શિક્ષક છું,
સૂર્ય-ચંદ્રને તારાઓને વર્ગમાં લાઉં,
બાળકોમાં નિત નવા સપના વાવું.
ગર્વ સાથે કહું હું એક શિક્ષક છું,
ડૉક્ટર,એન્જિનિયરને સૈનિક બનાવું,
ઉમદા નાગરિકને,સજ્જન બનાવું.
ગર્વ સાથે કહું હું એક શિક્ષક છું,
