STORYMIRROR

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

3  

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

વીર વધુ

વીર વધુ

1 min
221

હે શહીદ તું શું જાણે વીર વધુની પ્રીત ? 

સપનાં અધૂરા મારા સાત જન્મોની તારી પ્રીત,


લાલ રંગની સાડી મારી સફેદીમાં પલટાઈ !

ઘરચોળું મારું સળગ્યુંને હું એમાં લપેટાઈ,


વિશાળ ગગને લહેરાવ્યો તિરંગો તમે શાનથી,

મારી પ્રીતને પણ કરી મે કુરબાન ગર્વથી,


હજી તો શેરવાની પહેરી હતી તે પ્રીતના સંગથી,

ત્યાં તો આવ્યા લપેટાઈ લોહીના લાલ રંગથી,


તમે તો શહીદી વ્હોરી નીકળી ગયા વતનની વાટે,

મૂકી ગયા મારા માટે યાદોનો શણગાર હરેક વાતે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract