વીણા
વીણા
વીણાને કહો એકવાર,
મારાથી રિસાય નહીં,
તાર તૂટ્યો એક તો શું થયું ?
બીજા તાર જોડેલા જ છે,
સારેગમપધનિસા,
સૂર બધા લયમાં જ છે,
તારા માટે હૃદયનો ભાવ,
મારો એક સૂરમાં જ છે,
ને તારે રીસાવું મારાથી,
મારો પ્રેમપ્રવાહ સરખો જ છે,
તારા તારનો રણકારને,
મારી આંગળીના ટેરવા સરખા જ છે,
તું સૂર સંગીતની સંધ્યા છો,
એ સૂરનો તાલ મારો જ છે.
