STORYMIRROR

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

વીજના ચમકારે

વીજના ચમકારે

1 min
370

વીજળીના ઝબકારે તમને જોયાને આ આખું આકાશ મને ઓછું પડ્યું,

એક એક ઝબકારે પાંખો ફૂટીને મારું મનડું તો ઉડતુંને વાદળને અડક્યું....


કાળા ભંમ્મર તારા કેશમાં ગૂંથાતી એ વેણીની મઘમઘતી સોડમમાં...

હૈયું આ મારું હેતમાં ઘોળ્યું...

વિજળીના ઝબકારે...


માનસરોવરમાં સારસની જોડ સાથે હૈયા એ માંડી છે હોડ...


ગીત તમે એવું તો છેડ્યું કે પાંપણમાં અશ્રુની જાણે દોડાદોડ...

કાજળ રેળાયું ને મન વલોવાયુ ને દલડુ પણ ધબકારો ચૂક્યુ...

વીજળીના ઝબકારે તમને જોયાને આ આખું આકાશ મને ઓછું પડ્યું,


મોરલાના પીંછામાં ટહુકાની આંખો લઇ, નીરખું તને ક્યાંય લગ..

ફેલાતી જાતી તું મનની વનરાજીમાં જો તો કેવી ને કેટલી તારી વગ.....


ચાંદ અને તારાથી ખીલેલા નભને મેં રૂપેરી રંગોમાં મઢ્યું,

વીજળીના ઝબકારે તમને જોયાને આ આખું આકાશ મને ઓછું પડ્યું !


Rate this content
Log in

Similar gujarati poem from Drama