વિદ્યાની વિનમ્રતા
વિદ્યાની વિનમ્રતા
વિદ્યા ભણ્યો જે અનુપમ કીર્તિ પામે
વિદ્યા મેળવે જે તે ઉતમ ચરિત્ર પામે,
વિદ્યા ભણ્યો જે તે વિજયની ગાથા પામે
વિદ્યાને પામે જે તે જીવનનું દર્શન ધારે,
વિદ્યા થકી છે વિનયની પ્રાપ્તિ
વિદ્યાનું ઉતમ ફળ ચરિત્રથી પ્રાપ્ત થાય,
વિદ્યા વિનયની સુંદર શોભા છે
વિદ્યા કેરું દાન મહાદાન છે,
જે પામ્યો વિદ્યા તે પામ્યો શ્રદ્ધા
જે પામ્યો વિદ્યાનો ધર્મ તે પામ્યો ગીતાનો અર્થ.
