STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

4  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-62 ફરી ચૂડલો નંદવાયો

વિધવા ભાગ-62 ફરી ચૂડલો નંદવાયો

1 min
437

એના ઉપર દુઃખના ડુંગરો ઊતરી આવ્‍યા રે;

એને કયાંય નથી ચેન કે શાન ભાન રે,

કોડિલી ચોધાર આંસુડે રડે !


વાદળો પણ દુઃખનો વરસાદ વરસાવે રે;

આજ કાતિલ બની ગયો ભગવાન રે, કોડિલી...


દેવોએ આપેલ આશીર્વાદ આજ ખોટા પડયા રે;

કોઈએ ન સંભાળ્‍યું નાવનું સુકાન રે, કોડિલી...


હૈયાના કોડ એના એક પણ પૂરા ન થયા રે;

અવળાં પડી ગયાં બધાં એનાં નિશાન રે, કોડિલી...


વર્તમાન દિવસે દિવસે ભૂતકાળ બને રે;

ઓછું થતું જાય જીવનતણું તાન રે, કોડિલી...


હવામાંહે સર્વત્ર કાળી ધુમ્‍મસ ફરી વળી રે;

બધે જ વહે છે એક કરુણ ગાન રે, કોડિલી...


કોયલડીએ કરેલ મિલન ન ટકી શકયું રે;

બધાની ગાયબ થઈ ગઈ મુસ્‍કાન રે, કોડિલી...


એનો સંસાર ઉજ્જડ આજ સાવ થઈ ગયો રે;

એનું તૂટી પડયું છે દિલનું મકાન રે, કોડિલી...


એનું આખું જીવન ઝાંઝવા સમાન થઈ રહ્યું રે;

પ્રભુજીનું કેવી રીતે જાળવે માન રે, કોડિલી...


પાણીમાં ઉપસેલો એ પરપોટો જાણે ફૂટયો રે;

હરિયાળી બની ગઈ હવે વેરાન રે, કોડિલી...


એની સમીપ કયા મોઢે જઈ દિલાસો આપવો રે;

એનો ધણી પહોંચી ગયો સ્‍મશાન રે, કોડિલી...


દુખિયારીનો ફરીવાર ચૂડલો નંદવાયો રે;

એને છોડી ગયો છે એનો ભગવાન રે, કોડિલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy