STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

4  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-54 પિયુની વાટલડી

વિધવા ભાગ-54 પિયુની વાટલડી

2 mins
399

પિયુ વસે છે પરદેશમાં ને

આ અમને મૂકીને ઘેર, હોવે હોવે...

હું તો હવે વાટલડી જોઉં પિયુ મારા !


પિતાને ઝંખી પુત્ર સ્‍વર્ગે ગયો

તોયે આવ્‍યા ન માયા મૂકી ઘેર, હોવે હોવે... હું તો હવે...


ધનના લોભમાં કેવા ફસાયા

હવે આવો વિદેશ છોડી ઘેર, હોવે હોવે... હું તો હવે...


સંસાર જીવવો લાગે મુશ્‍કેલ

હવે આવોને પ્‍યારા સાથી ઘેર, હોવે હોવે... હું તો હવે...


વસંતઋતુ આવી ચાલી ગઈ

આવી નૈ સવારી તમારી ઘેર, હોવે હોવે... હું તો હવે...


પાણીના બદલે દર્દે ભીંજાણી,

તમારી પગલી ન પડી ઘેર, હોવે હોવે... હું તો હવે...


રૂદન મારાં ઠરી ઠામ થયાં

ઘડી આવી ન મિલનની ઘેર, હોવે હોવે... હું તો હવે...


કાગળ મુજથી પોં'ચી ન શકે

મારે તો નથી કુંજલડી ઘેર, હોવે હોવે... હું તો હવે...


પાંખડી હોય તો ઊડીને આવું

એના વિના હું પડી રહી ઘેર, હોવે હોવે... હું તો હવે...


પ્રભુજી નિર્દય બની ગયો છે

તમે આવોને દયા કરી ઘેર, હોવે હોવે... હું તો હવે...


ચારે બાજુથી દુઃખ આવી ગયું

હવે સુખી કરોને આવી ઘેર, હોવે હોવે... હું તો હવે...


વિરહની વાત તમે શું જાણો

એ જાણે રહેલ એકલી ઘેર, હોવે હોવે... હું તો હવે...


કઠોર તમે તો શાને બનો છો

મેં તો સુધબુધ ગુમાવી ઘેર, હોવે હોવે... હું તો હવે...


કાળની કઠણાઈ કેવી બેઠી

હું તો ભોગવી રહી અહીં ઘેર, હોવે હોવે... હું તો હવે...


માઝા મૂકી જીવનમાં તોફાને

તમે કેમ આવતા નથી ઘેર, હોવે હોવે... હું તો હવે...


તમે છો કળાયેલા મોરલિયા

હું તો ઢેલ છું મૂંઝાયેલી ઘેર, હોવે હોવે... હું તો હવે...


તમારી ત્‍યાં ચઢતી થતી હશે

આ થાય છે પડતી મારી ઘેર, હોવે હોવે... હું તો હવે...


હૃદય મારું ધકધક થાય

એનાથી જાવ છું હું ડરી ઘેર, હોવે હોવે... હું તો હવે...


જીવનને ખંડેર ન બનાવો

તમે આનંદ લાવો કદી ઘેર, હોવે હોવે... હું તો હવે...


વિરહિણીને ન રે તડપાવો

તમે આવોને દયા કરી ઘેર, હોવે હોવે... હું તો હવે...


ડૂબતી નાવને આવી બચાવો

કોઈ લાવોને ધન્‍ય ઘડી ઘેર, હોવે હોવે... હું તો હવે...


જલદી આવો પિયુ પાતળિયા

તમે અરજ સુણી મારી ઘેર, હોવે હોવે... હું તો હવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy