Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Romance Tragedy

4.9  

'Sagar' Ramolia

Romance Tragedy

વિધવા ભાગ-35 પિયુ-પ્રિયા ગીત-4

વિધવા ભાગ-35 પિયુ-પ્રિયા ગીત-4

1 min
407


મારા પિયુજી પાતળિયા રે,

હા, મનડાં મારાં મોહે છે !

એની અણિયારી આંખ, એની વાંકલડી મૂછ;

મુખ પર કેવી સોહે છે... હા, મનડાં...


મારી ગોરાંદે નટખટી રે,

હા, મનડાં મારાં મોહે છે !

એની લટકાતી કેડ, એની પાતલડી કેડ;

લચ લચ લચકોડે છે... હા, મનડાં...


મારા પિયુજી કારણિયે રે,

હા, ગીતડાં મારે ગાવાં છે !

ઢોલના તાલમાં ને શરણાઈના સૂરમાં;

સૌનાં મુખ મલકાવાં છે... હા, ગીતડાં...


મારી ગોરાંદે ગેલ કરે રે,

હા, રૂપડું એનું જોવું છે !

જાણે ખીલેલું ફૂલ, ચંદ્ર ચડયો છે ચગડોળ;

એને જોઈ ભાન ખોવું છે... હા, રૂપડું...


મારા પિયુજી છે હઠીલા રે,

હા, હઠળા કેવા કરે છે !

એતો મારા છે દેવ, રૂડું કરું એનું પૂજન;

આનંદના હોજ ભરે છે... હા, હઠળા...


મારી ગોરાંદેની તુલના રે, હા, ચંદ્ર સાથે ખોટી થાય છે !

ચંદ્ર છે કલંકિત, એમાં કલંકનો ડાઘ;

નાનો-મોટો થતો જાય છે... હા, ચંદ્ર સાથે..


Rate this content
Log in

Similar gujarati poem from Romance