STORYMIRROR

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

વહેતું જોબન

વહેતું જોબન

1 min
340

સફેદ ગુલાબશી સાડીમાં પરિધાન કર્યો મને રંગરેજ તેં,

માઝમ રાતે પ્રણયમાં નિતરતાં વહેતાં જોયા રંગ મિશ્રણ,


નિતરતા વહેતા રંગોમાં હતો એક રંગ અને તે પણ કાળો,

પછી ખબર પડી કે એ તો વહેતું એનાં કાજળનું કામણ,


સરકી શૈશવની ભીની યાદમાં ઊભી'તી બારણે સફેદ ફ્રોકમાં,

પ્રથમ મેહુલિયાનો સ્પર્શ ને કળી ખીલી ગુલાબ થૈ મૂંઝવણ,


ફાટફાટ થતું છલકતું યૌવન ને ચોલીમાંથી ડોકાતું યૌવનધન,

ગાંઠાતૂર ઉછળતાં મોજાં નિતરતાં વહેતી બૂંદમાં મહેરામણ,


ઉંબરે ઊભું ભીનું યૌવન મૂંઝવણમાં બેઠું અધખુલે બારણે,

જોતી રહી વહેતી ઉંમરને ગુંગળાઈ ગઈ થતાં અકળામણ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance