વહેંણ
વહેંણ
માન્યું કે નદીઓ પાછી નથી ફરતી,
પણ એટલે એને ભૂલી જવું શક્ય તો નથી,
તરીને જે આવ્યું છે સાથે અહીં સુધી,
એમ એને અવગણવું એટલું સહેલું તો નથી.
જો ભૂલાયું હોય કશુંક નદીથી તો મને કહો,
એ કિનારે હજી સુધી તો કેમ નથી?
પૂછો ખુદ નદીને, પાછું નથી જ જવું,
તો એણે એ કશુંક હજુ કેમ ત્યજ્યું નથી.
છે સત્ય જો કડવું તો હર વખતે
એ યાદ કરાવવું જરૂરી તો નથી,
વાત ભલે હોય એ જ તો પણ,
મીઠાશથી ગળે ઉતારવું એટલું અઘરું તો નથી.
સ્પષ્ટતા સારી તો છે જ *નિપુર્ણ*,
પણ દર વખતે એ જરૂરી તો નથી
વહી જવું આનંદથી, કુદરતે જે વહેંણ આપ્યું છે
એ વિના મતલબ તો નથી જ.

