વ્હેમ
વ્હેમ
એક મોરપીંચ્છ જો મને અડી ગયું,
મને પિયુના અડકવાનો વ્હેમ
મારા હ્રદયના દ્વારે ઉભો પિયુ,
કે પછી મારા દિલનો વ્હેમ
મારા પાલવનો છેડલો ખસી ગયો,
મને પિયુના અડપલાં નો વ્હેમ
પેલો વાયુ વાયોને બસ, એટલું જ,
કે પછી મારા દિલનો વ્હેમ
એક વરસાદી વાદલી ભિંજવી ગઈ, ને
મને પિયુના અડકવા નો વ્હેમ,
પેલા મેઘધનુ રંગમાં રંગાયી,
કે પછી મારા દિલનો વ્હેમ
પ્રેમ -સાગર ના મોજાં એ ભિંજવી મને,
મને પિયુ એ પલાડ્યા નો વ્હેમ
વહી પ્રેમની ખારાશ મારી નસનસમાં,
કે પછી મારા દિલ નો વ્હેમ
એક મોરપીંચ્છ જો મને અડી ગયું,
મને પિયુના અડકવાનો વ્હેમ

