વ્હાલપ વીરડી
વ્હાલપ વીરડી
લડતાં ઝગડતાં કિટ્ટા-બિચ્ચા, કરતાં આપણે બેઉ,
ઘડીક ભેગા, ઘડીક નોખાં, ફરતાં આપણે બેઉ,
શરારતોમાં સૌથી આગળ, મળતાં આપણે બેઉ,
મમ્મી પપ્પા વઢતાં તો'યે, ખમતાં આપણે બેઉ,
ધક્કો મારી ભઈલો બેની, હસતાં આપણે બેઉ,
એક બીજાને વાગે ત્યારે, રડતાં આપણે બેઉ,
સાપ સીડી ને પાનાં, ઇસ્ટો, રમતાં આપણે બેઉ,
હારી જઈને બાજી ઉલાળી, દેતાં આપણે બેઉ,
ગોળને રોટલી ચોળી લાડુ, જમતા આપણે બેઉ,
આગાશીમાં રાતે તારા ગણતા આપણે બેઉ,
હજી યાદ સમય એ, બાળપણાંનો કરતાં આપણે બેઉ,
સોનેરી સ્મરણોની આંખે, તરતાં આપણે બેઉ,
માન, સ્વમાન, કે અભિમાન, ના કરતાં આપણે બેઉ,
ભોળા હૈયે વ્હાલપ વીરડી, ભરતાં આપણે બેઉ.
