STORYMIRROR

amita shukla

Romance

3  

amita shukla

Romance

વ્હાલમ

વ્હાલમ

1 min
159

તારા સાજનના સંગમાં,

વ્હાલથી વિહરતી રહે,

વ્હાલના દરિયામાં સાંવરિયા સંગ,

તન મનથી ભીંજાતી રહે.


ગુલાબ સમા ઉપવનમાં,

મસ્તીથી પ્રેમના ટહુકા રટતી રહે,

વ્હાલમને, નીચે નજર ઢાળી નિરખતી રહે,

પાંપણોનાં ઝૂલામાં પિયુ સંગ હીંચતી રહે.


સુખનું સરનામું અમારું, મધુર તારું હાસ્ય,

ખનકતું, રણકતું, સદા પ્રેમ પામતું રહે,

તારા સાજનના સંગમાં,

વ્હાલથી વિહરતી રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance