વ્હાલા તારો પડે સાદ
વ્હાલા તારો પડે સાદ


વ્હાલા તારો પડે સાદ
મારે તો એ જ વરસાદ
અંતર ભીંજવતી યાદ
મારે તો એ જ વરસાદ
બંધ હોઠો થી સંવાદ
મારે તો એ જ વરસાદ
ન રહ્યો કોઈનો વાદ
મારે તો એ જ વરસાદ
હવે ન ખુદમાં વિવાદ
મારે તો એ જ વરસાદ
ઓગળી સૌ ફરિયાદ
મારે તો એ જ વરસાદ
તને કેટલી આપું દાદ
મારે તો એ જ વરસાદ