વેલેન્ટાઈન
વેલેન્ટાઈન
કદાચ ફરીને મને તું મળી જાય,
ખોવાયેલ પ્રેમ ફરી મળી જાય,
નિરાશા ફરીને આશા બની જાય,
સુના રસ્તા ને ફરી મંઝિલ મળી જાય,
છૂટેલા હાથ ને ફરી સાથ મળી જાય,
હોઠો ઉપર ફરીને સ્મિત મળી જાય,
જીવન ફરીને સ્વર્ગ જેવું બની જાય,
જીવતે જીવ મને ઈશ્વર મળી જાય,
કદાચ ફરીને મને તું મળી જાય,
જીવન એક વેલેન્ટાઇન બની જાય.