STORYMIRROR

Falguni Rathod

Children

3  

Falguni Rathod

Children

વેકેશન

વેકેશન

1 min
197

મને વ્હાલું વ્હાલું લાગે,

આ ઉનાળાનું વેકેશન,

મમ્મી પપ્પા સંગે જાઉં,

હું મોટા મોટા હીલ સ્ટેશન,

મને વ્હાલું,


દફતર પાટી પેન છોડી,

હું દોડી જાઉં મામા ઘેર,

અડકો દડકો દહીં દડુકો,

ત્યાં રમતો રહેતો સૌ મિત્રો ભેર,

મને વ્હાલું,


ઠંડી ઠંડી આઈસક્રીમ ખાઉં,

બરફગોળા લઈને આવું,

લૂ ઝરતી ગરમીમાં મારી,

આમ જોને તરસ છીપાવું,

મને વ્હાલું....


વહેલી સવારે ઊઠીને,

હું દાદા સંગે જોગિંગ જાઉં,

સાંજે ટી.વી પાસે બેસી,

હું મસ્ત મજાના કાર્ટૂન જોઉં,

મને વ્હાલું,


આખો મહિનો હરતા ફરતા,

નવું નવું હું જાણી લઉં,

બાય બાય સૌને કહેતા કહેતા,

સ્વપ્ન મહી હરખાઈ લઉં,

મને વ્હાલું,


વાર્તાઓના પુસ્તક વસાવી, 

રંગીન દુનિયા જોઈ લઉં,

પરીકથાઓ સૌને સૂણાવી,

ઘરનો રાજા થઈ જાઉં,

મને વ્હાલું...


Rate this content
Log in

Similar gujarati poem from Children