STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

4  

Bhavna Bhatt

Inspirational

વેદના

વેદના

1 min
695


જમીન ખેડજે કિસાન વેદના ફેડજે કિસાન,

તારા પસીનાને પૂરેપૂરો રેડજે કિસાન.


અન્ન વાવજે કિસાન, વેદના ભૂલજે કિસાન,

તારી મહેનતનુ બળ દેશને બતાવજે કિસાન.


અણહકનું ખાય ના, વેદનાથી ડરે ના કિસાન,

બહાદુરીથી રોટલો રળતો આ કિસાન.


પારકી આશા રાખી નથી, એકલા વેદના વેઠી કિસાન,

સ્વાવલંબી બની જાતે જોર દાખવી ગયો કિસાન.


ભાવના રેલાવી આ ભૂમિ માટે કિસાન,

વેદના વિસરી તારા તનને તાવજે કિસાન.


વેદનાથી હારી જીવ ના દઈશ એ કિસાન,

જગતના તાત આ ભોમકા તારી છે કિસાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational