Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Drama Inspirational

4.3  

અનિરૂધસિંહજી ઝાલા

Drama Inspirational

વડીલોનો મોંઘેરો પ્રેમ

વડીલોનો મોંઘેરો પ્રેમ

1 min
176


વાત વડીલોની આવે ત્યાં જ મસ્તક ઝૂકી જાય છે,

વડીલોનાં પ્રેમ વગર ક્યાં રોનક ઘરમાં દેખાય છે,


ગામને ગોંદરે વડીલો ન હોય તો વડલો નાખે નિસાસા,

વડીલો જેવો વડલો પણ વડીલોને જોઈ હરખાય છે,


વડીલોનાં પ્રેમ વગર ક્યાં રોનક ઘરમાં દેખાય છે,


વડીલોના મુખના અનુભવનાં શબ્દો રાખીયે સદાય સ્મરણમાં

વડીલના એક શબ્દની લાખોમાં પણ ન આંકી શકાય છે,


વડીલોનાં પ્રેમ વગર ક્યાં રોનક ઘરમાં દેખાય છે,


વંદન રોજ સવારે કરતાં અડસઠ તીર્થની યાત્રા રોજ થાય,

વડીલોના ચરણ સ્પર્શ જેવું પુણ્ય બીજે ક્યાં પ્રાપ્ત થાય છે,


વડીલોનાં પ્રેમ વગર ક્યાં રોનક ઘરમાં દેખાય છે,


દાદીમાની વાતો જગ આખામાં આજે સંભળાય છે

દાદીમાના વહાલ જેવું હેત છલકતું આજે ક્યાં દેખાય છે,


વડીલો વગર ક્યાં રોનક જ આ ઘરમાં દેખાય છે,


ધરતી પરના જાગતા દેવ કહીશ હું તો આ વડીલોને

પળે પળે તેમી પાસેથી નવું જ્ઞાન સદાય પ્રાપ્ત થાય છે,


વડીલો વગર ક્યાં રોનક જ આ ઘરમાં દેખાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama