વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું
વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું
ઘમઘમ ઘૂમે સમય વલોણું ગાતું..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું
પ્રાથુ પ્રભાતે પ્રેમેઋતુ તપ ધરું હામે ઝીલી ઝરમર ઝીણું ટહુકતી જાતું..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું
વ્હાલપની વનરાઈયું ભીતરમાં લહેરિયું નભ રાતું ને મદમાતું કલરવ ગાતું..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું,
સ્નેહે સંભારું સ્વજનજન્મદિન ઝૂમે વતનરામજીને રાખી ખુશ દિલડું રે ગાતું..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું
સ્નેહભીંની વણઝારુંવધામણી આ સંભારું મન મલકે ચીતરી આ મધુરી ભાતું..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું.
