વાવણી
વાવણી
હૃદયમાં ખેતી કરીને મારે,
ખુશીની વાવણી કરવી છે.
ખુશીની વાવણી કરીને મારે,
સુખની લણણી કરવી છે.
સુખની લણણી કરીને મારે,
નીતિની સારણી કરવી છે.
નીતિની સારણી કરીને મારે,
શ્રદ્ધાની ઈંટ ગોઠવવી છે.
શ્રદ્ધાની ઈંટ ગોઠવીને મારે,
ભક્તિની પિયત કરવી છે.
ભક્તિની પિયત કરીને મારે,
કર્મની કરણી કરવી છે.
કર્મની કરણી કરીને મારે,
આત્માની ઓળખ કરવી છે.
આત્માની ઓળખ કરી ખુદની,
શ્રેષ્ઠમાં વરણી કરવી છેે.