STORYMIRROR

Harish Thanki

Inspirational

4  

Harish Thanki

Inspirational

વાત

વાત

1 min
180

ચાલો, આજ વાત વરસાદની કરીએ,

આભે ધરાને દીધેલા પ્રતિસાદની કરીએ,


કોના પોકારે વાદળ આમ ઉમટી આવ્યાં

ખેડૂતના દિલમાંથી ઊઠેલા સાદની કરીએ,


આમ તો આ મોસમ રૂમાની હોય છે તોય

વિરહમાંથી પ્રગટેલા વિષાદની કરીએ,


વરસે મારે આંગણે અને વરસે હૃદયની કોર

ને અચાનક આભથી ઊઠતાં નાદની કરીએ,


હૃદય સૌ હર્ષે છે આ મોસમના મિજાજથી

તૂટી છે જેની ઝૂંપડી, એ અપવાદની કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational