STORYMIRROR

Rekha Patel

Romance

4  

Rekha Patel

Romance

વાત વાતમાં

વાત વાતમાં

1 min
252

લાગણીઓ જણાવી દીધી વાત વાતમાં, 

ધડકનો કેવી વધારી દીધી વાત વાતમાં ! 


પ્રિતનો ઈજહાર કરી દીધો ઘુંટણીયે પડી, 

મોસમ મલકાવી દીધી વાત વાતમાં. 


સાથે જિંદગી જીવવાનાં સોગંદ આપી, 

ખૂશીઓને લાવી દીધી વાત વાતમાં. 


ના કોઈ ઈલ્જામ આપો મારાં સનમને, 

વાત તારી મનાવી લીધી વાત વાતમાં. 


આંખોનાં જામમાં સ્નેહ ભરી દીધો, 

આંસુઓની સરવાણી વહાવી દીધી વાત વાતમાં. 


છલકાવી દઉં ફોરમથી તારી જિંદગીને, 

રજનીગંધા આપીને ફોરમાવી દીધી વાત વાતમાં. 


"સખી" જિંદગીનાં મોજીલા સફરની સાથમાં, 

યાદોની મહેફિલ સજાવી દીધી વાત વાતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance