STORYMIRROR

Rohit Prajapati

Drama

3  

Rohit Prajapati

Drama

વાત કરવી છે

વાત કરવી છે

1 min
316

અરમાનો પણ એમના નથી એવી આજે વાત કરવી છે,

ફરિયાદ વગર આજે તો પિતાની એવી વાત કરવી છે.


તડકા છાયા આવે જિંદગીમાં પણ કાયમ સાથ હોય,

એમના સપના ખાલી પરિવારના એ વાત કરવી છે.


વગર વિચાર્યે સુખના સરવાળા ને કરે બાદબાકી દુ:ખની,

આવા લાગણી સભર ગણિતની એ વાત વાત કરવી છે.


વાત આવે અવનવા શોખ ને માંગણીઓ પૂરી કરવાની,

બાજુ પર મૂકે પોતાની જરૂરિયાત એ વાત કરવી છે.


મા જો રડી લે તો પિતા લડી લે અણધારી સ્થિતિથી,

ખૂણે બેસી એકાકી જીવી પણ લે એ વાત કરવી છે.


સમય ચક્રના દાવાનળમાં જીવન આખું ગાળી નાખે,

તોય હિટલર નામથી બાળકો નવાજે રાખે એ વાત કરવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama