STORYMIRROR

amita shukla

Romance Inspirational

3  

amita shukla

Romance Inspirational

વાત કરવી છે

વાત કરવી છે

1 min
266

ઝાકળ, મારે આજે વાત કરવી છે,

તારું રોજ અસ્તિત્વ ગુમાવી દેવું,

રોજ હસતાં હસતાં મોતી વેરવા,


ક્ષણભંગુર જિંદગી આનંદથી માણવી,

ભીની ભીની યાદોની છાપ છોડવી,


રોજ ઉગવું, રોજ ખરવું, રોજ તારું હસવું

કમાલ અસ્તિત્વની માલકીન તું,


સૂરજની સાથેની તારી લુકાછુપી,

તેનાં પ્રેમમાં રોજ રમમાણ રમવું,


થોડું થોડું પીગળીને,એકાકાર થવું,

પાગલ પ્રેમની તું દીવાની, ઓ....

ઝાકળ, મારે આજે વાત કરવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance