વાત છે
વાત છે
આ સુરજ કિરણોની,
આકાશમાં પડતી ભાત છે,
નહાતું આ ઝાંકળ જયારે,
થતી ચાંદની રાત છે.
મળે જો લાગણીના સ્પંદન,
એ ધબકતા હદયની સંગાથ છે,
સંબંધો થકી આ જીવન મહેકે,
જાણે ગુલાબ ભરી સુવાસ છે.
મહેકતું કૈક હદયે,
જાણે કે પારિજાત છે,
હિલોળા લે જે લાગણી,
મન મીઠો ઉન્માદ છે.
એકાંતમાં પણ તારી ભીડ,
એવી કેટલીયે મુલાકાત છે,
બસ ચાહત આ ખરા હદયની
એજ મારો પ્રસ્તાવ છે.
નથી આ શબ્દોની માયાજાળ,
આ તો તારીને મારી વાત છે,
જીવતર જીવાય મઘમગતું,
'અંત સુધી'એવી લાગણી ભરી દરખાસ્ત છે.
કરું પ્રાર્થના પ્રભુને,
ના છૂટે સંગાથ,
ના છૂટે આ હાથ કદી,
એવી અશ્રુભરી ફરિયાદ છે.