Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Drama

5.0  

Prashant Subhashchandra Salunke

Drama

વાત બહાર જાય નહીં

વાત બહાર જાય નહીં

1 min
505


વાત બહાર જાય નહીં. વાત બહાર જાય નહીં,

આતો તમે રહ્યા ઘરના, બીજા કોઇને કહેવાય નહીં,


નામ હોય સુનયના, આંખ એની બાડી,

ડાહ્યાભાઇનો દીકરો, વાત કરે ગાંડી.

કાણાને કાણો કહી, કદી બોલાવાય નહિં… આતો તમે રહ્યા ઘરના.


જૂઠી આ દુનિયાની વાત બધી જૂઠી,

વાત કરે લાખોની, ખાલી હોય મૂઠી.

જૂઠાને જૂઠો કહી, કદી વગોવાય નહિ… આતો તમે રહ્યા ઘરના.


નીવડે કપૂત તોય શેઠિયાનો સુત શાણો,

ઉપરથી ફૂલ જેવો અંદરથી મોટો પાણો,

સમજુઓ સમજાય છતાં બોલ્યું બોલાય નહિ … આતો તમે રહ્યા ઘરના !


Rate this content
Log in