STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

વાસ્તવિકતા

વાસ્તવિકતા

1 min
343

મૂકો તમે આ વાતને, હવે છોડો ને જંજાળ,

સહું જો રહેશે સાવચેત તો થશે બેડોપાર,


રાજનીતિ કરો બંધ હવે, ભીડ છે બધે જ,

રોગ છે ખૂબ જ ભયંકર, કેટલું કરે સરકાર ?

ચેતો તમે જાતે ને થોભાવો બધો દુષ્પ્રચાર,

સ્થિતિ પછી થાળે પડશે ને ખીલશે સંસાર,


મોકો આવ્યો છે તો ઝડપી લ્યો ને બે હાથે,

ઘરે જો રહેશો તો નહીં લેવી પડે સારવાર,

દોડા દોડી ના કરશો, થાકી જશો તમે પછી,

મળશે નહીં ખાટલા, અસ્પતાલો છે બીમાર,


યુદ્ધ લડવું જ પડશે જાતે, સાધનો ઓછા છે,

દોષારોપણ કરવા એ તો કયાનો શિષ્ટાચાર ?

તમે શરૂ કરો હવે એક જ અભિયાન પહેલાં,

કે બચાવો તમે પોતાને, બચાવો તમે પરિવાર,


સંપૂર્ણ તકેદારી રાખશો તો રોગને ભગાડશો,

માસ્ક પહેરો, અંતર રાખો, એ જ છે ઉપચાર !


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Inspirational