STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

4  

Ramesh Patel (Aakashdeep)

Romance

વાસંતી વ્હાલ

વાસંતી વ્હાલ

1 min
323

રંગોનો ઉપહાર લઈ આવ્યો ફાગણ,

સૌરભ કટોરા લઈ વહેતો પવન;

આનંદ અવસરે ઝીલી વાસંતી વ્હાલ,

છલકે યૌવન આજ ઉડાડો ગુલાલ.


રંગીલી હોળી દે હૈયાંને સાદ,

દે ધબકતા ઢોલ મસ્તીની યાદ;

કેસુડો કામણગારો મારા લાલ,

ઉડાડો ગુલાલ થઈ રસિયા ગોપાલ.


ભેરુ આવો રે સાથ, ભરી જોબનના રંગ,

ખીલી વસંત અંગે ઓઢો મદમાતો અનંગ;

હીંચો મન મસ્તીમાં ભોળી ગોરી,

આજ આવી છે રંગીલી હોળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance