વાસંતી મદનોત્સવ
વાસંતી મદનોત્સવ


વાસંતી વાયરો શું વાયો,
થઇ ગયું બધે ગુલાલ છે
‘મદનોત્સવના ઉત્સવમાં,
થયા બધા હલાલ છે.
તારી જાદુઈ નજરને,
ના લાગે દુનિયાની નજર,
તારી મદભરી આંખોથી,
મારા સપના માલામાલ છે,
લાલ કલર દુનિયામાં,
હોય છે હંમેશા લલચામણું,
શરમના શેરડાથી તારા,
ગુલાબી ગાલ થયા લાલ છે.
નજર ના લાગે એટલે દુનિયા,
કરતી હોય છે કાળું ટપકું,
કુદરતે તિલ કરીને તારા ગાલ પર,
કરી કેવી કમાલ છે.
અમૄત પીવા તો નથી મળ્યું,
આ દુનિયામાં હજી સુધી,
તારી હોઠોંની ફાળ સુધી,
પંહોચવાનો સવાલ છે.
જિંદગીમાં માણ્યા છે,
કેટકેટલાયે પહાડોના પડકાર
હવે છે વાસંતી વાયરા,
અને ઉન્માદી ઉભાર છે.
અવનવી લપસણીઓ,
ખાધી છે દુનિયાભરની
હવે કામણગારી કાયા અને,
તેમાં કમરનો કમનીય ઢાળ છે.
વાસંતી વાયરાની,
માણો અવનવી મઝા
ૠતુરાજ વસંત,
‘મદનોત્સવ’ની ટપાલ છે.