STORYMIRROR

Shreyas Trivedi

Inspirational Classics

3  

Shreyas Trivedi

Inspirational Classics

વારસો

વારસો

1 min
27.9K


ખાલી બા નથી ગયા.

ગયો છે એક વારસો,

વિરાસત મહામૂલી.

પ્રભાતિયાં

ભજનો

લોકગીતો

વાર્તાઓ

કૌટુંબિક પરંપરા

બીજી કેટલીયે આવડત

જેનો કશે લેખિત સંગ્રહ નથી.

ચાલ્યું આવતું હતું 

એક પેઢીથી

બીજી પેઢીમાં. 

પણ 

હવે ક્યાં રસ છે?

આ બધામાં 

અમારી પેઢીને. 

છેલ્લે ક્યારે બેઠા હતા બા 

પાસે શાંતિથી 

ને સાંભળ્યા હતા તેમને

ક્યાં યાદ છે?

ઓન લાઈન દૂર સંપર્કમાં 

પણ પાસે 

સાવ નહિવત. 

કદાચિત ૪જીની ઝડપે

વારસો ખતમ થતો જાય છે. 

અને આપણે 'હોશ'માં 

પણ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational