વાર નહીં લાગે
વાર નહીં લાગે
અંધકાર ભરી રાત ભલે ને હોય
આકાશે કાળાં કાળાં વાદળ હોય
સુંદર સવાર પડતાં વાર નહીં લાગે
મુસીબતનો પહાડ ભલે આવી પડ્યો હોય
ચારેકોર ચિંતાના વાદળો ઘેરાયા હોય
સુસુંદર સવાર પડતાં વાર નહીં લાગે
ઉનાળાનો ઘોમધખંતો તડકો હોય
ગરમીએ પોતાની માઝા મૂકી હોય
ચોમાસાની વાદળી થતાં વાર નહીં લાગે
સુકાયેલુ વન આખું ભલે હોય
ધોધમાર વરસશે જરા વરસાદ
કૂંપળ ફુટતા વાર નહીં લાગે
આફતથી ઘેરાયેલી જિંદગી હોય
સૌ સંબંધીઓ સાથે છોડી દીધો હોય
એ આફતને દૂર થતાં વાર નહીં લાગે
અસફળતા ભલે મળી હોય અનેક
સાથ જો ઈશ્વર તણો મળશે સદા
સફળતા મળતા વાર નહીં લાગે
