STORYMIRROR

Mana Vyas

Romance

2  

Mana Vyas

Romance

વાલમનું હેત..

વાલમનું હેત..

1 min
13.3K


વાલમ તારું હેત તો જાણે ચાંદરણું
ખોબામાં કેમ કરી ભરું, ના જાણું
પાંપણની ધાર પરથી ઉતરે ઝરણું
એ નજરુંમા મારું જોવન ખોવાણું.. વાલમ તારું..

તારી તે પ્રીત અમથી આછકલી
જનમથી હું તો બંધાયલી
સાજન તારી પ્રીત કેમ કરી નાણું
વાલમ તારું હેત જાણે ચાંદરણુ

છોગાળો સમજે ન કાંઈ
લટકાળો પાસ આવે નહીં
ઉછળે ભરતી દિલડાં મહી
આજ જઈને દેવું કહી

તારા વિના સૂનું મારું આંગણું
વાલમ તારું હેત જાણે ચાંદરણું...


Rate this content
Log in

Similar gujarati poem from Romance