STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

વાલમની વાટ

વાલમની વાટ

1 min
427

વાલમ મારો આવી રહ્યો છે, 

આંગણું સજાવું અરમાનોથી,

દ્વાર ઊભી વાટ જોઉં છું,

વાલમ તારા આગમનની,


વરસો વિત્યા ખબર મળી છે,

પરદેશથી તારા આવવાની,

હૈયે હરખ સમાતો નથી મને,

વિરહનો અંત લાવવાની,


સુખની પળો આવી રહી છે,

રંગરસીયા તને મળવાની,

સોળે શણગાર સજવા છૈ મારે,

હૃદયના પ્રેમથી વધાવવાની,


ન કર વાર દોડી આવ વાલમ,

મોસમ આવી છે પ્રેમ વર્ષાની,

"મુરલી" મલ્હાર વરસી રહ્યો છે,

ક્ષણ છે પ્રેમથી ભીંજાવાથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance