STORYMIRROR

Bharat Parmar

Inspirational

4  

Bharat Parmar

Inspirational

વાલમને કદર કરવી પડે

વાલમને કદર કરવી પડે

1 min
331

તમારે ઓળખ તો કંઈક એવી બનાવવી પડે

લોકો તમને છોડે તો તમારી વાત પકડવી પડે 

 સાવ ભૂલી જવા મથે છતાંય યાદ કરવા પડે 

 નથી હાજર તોય તમારી હાજરી પૂરવી પડે,


 તમારે કોઈપણ કામ કંઈક એવું કરવું પડે 

 જેની આપણી જાતે વાત ન કરવી પડે 

 આપણા કામની લોકોને કદર કરવી પડે 

 કારણ આપણું કામ જ પ્રેરણાદાયી થઈ પડે,


 તમારે તમારું જીવન કંઈક એવું જીવવું પડે 

 લોકોને આપણા જીવનમાંથી કંઈક લેવું પડે 

 ખરાબ જે ઈચ્છે એને ભલે આપણે નમવું પડે 

 આપણે નહીં તો આપણું કામ એને ગમવું પડે,


 તમારે જીવનમાં સદાય કંઈક કરતા રહેવું પડે

 જિંદગીની કસોટીમાં સદાય હસતા રહેવું પડે

 સરખા ક્યાં હોય છે દહાડા ક્યારેક હારવું પડે 

 જીવીએ એવું 'વાલમ' ને પણ કદર કરવી પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational