STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Thriller

1.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Thriller

વાદળ

વાદળ

1 min
481


એક વાદળ વરસે ભીતર આરઝૂઓનું અનરાધાર,

ને થયા નયન અમારા અમથા અમથા જળબંબાકાર !


ને મથાવી રહ્યો મુજને એક મૌન ગડગડાટ મુજ મહીં,

ડરાવે આંખો કાઢી કાઢી ચાબૂક જેવી વીજનો ચમકાર !


કોઈ જ ન પરખી શક્યું ભીની આંખને આ ધોધમારમાં,

વરસતી આકાશી ધારનો હતો એ અનોખો ચમત્કાર !


થઈ રહ્યા વ્હાલપની વર્ષાના વધામણાં હર ધબકારે,

ને રૂદિયાની ધરા ઉપર હતો એક અદ્વિતિય આવકાર !


મિલનની ક્ષિતિજો થઈ અદ્રશ્ય ધૂંધલકામાં જે ઘડી,

પ્રેમરંગો ફેલાયા છે બનીને ઈન્દ્રધનુષનો અવતાર !


"પરમ" ટહુકાઓ સાંભળી શકે તો સાંભળ મન મોરલીયાના,

ઢેલડી બનીને તુંય થા મદમસ્ત, "પાગલ" થઈ પળવાર !


Rate this content
Log in

Similar gujarati poem from Thriller