ઊઠ, ઊભો થા
ઊઠ, ઊભો થા


દીન બની ખુદને જોતો કાં બેઠો તું,
ઊઠ ! ઊભો થા પ્રખર સહરા રણમાં ચાલતો થા,
મજદૂરી કે મજબૂરી છોડી દે તું,
ઊઠ ! ઊભો થા પરિશ્રમનો પારસ ચમકતો થા,
અશ્રુ વહેતો ના પડી રહેતો તું,
ઊઠ ! ઊભો થા મક્કમ નિર્ધાર પાથરતો થા,
અંધકારની કાલિમા દૂર કરતો તું,
ઊઠ ! ઊભો થા તેજ કિરણે જાગતો થા,
મળતો જ્વલંત વિજય વિશ્વે તું,
ઊઠ ! ઊભો કર જનને નવયુગ આપતો થા.