ઊભા એવા કર સંજોગ !
ઊભા એવા કર સંજોગ !
રૂબરૂ તને મળાય કે તને મળવાનો થાય જોગ;
મુસાફરી થાય યાત્રા, ઊભા એવા કર સંજોગ.
મધુરાં રસપાન કર્યાં ઘણાંય ગળપણ તણાં;
સ્વાદ પ્રસાદ થાય ઊભા એવા કર સંજોગ.
ઝબકીને જાગીને માણી છે કેટલીય રાતો;
ઉજાગરા જાગરણ થાય ઊભા એવા કર સંજોગ.
સામે ક્યારેક અથડાઈ ગયા હશો અકસ્માતે;
પ્રયોગ જ યોગ થાય ઊભા એવા કર સંજોગ.
લાગ્યો આ રોગ, બીજો ચઢે ન જોઈ ભોગ;
વિયોગ નહીં, સંયોગ થાય ઊભા એવા કર સંજોગ.

