Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Comedy Romance

3  

અનિરૂધસિંહજી ઝાલા

Comedy Romance

ઉત્તરાયણની નકરી મોજ

ઉત્તરાયણની નકરી મોજ

1 min
124


અલ્યા ચગે હજી હાલ પતંગ, તોય કેમ તે કાપી ?

તે આખી જિંદગી વેડફી, આમ ચગતાંને જ કાપી,

  

અરે તારી ટુંકલ(ફુમતાવાળી)જોઈને, પાવલો મારો લલચાયો

ઘણુય મનાયો બકા, તોય એ સામા પવનેય તારી જોડે જ લપેટાયો,


ચગવા જ દેતો નહી પતંગ જરાય, મારે શુ તારુ મોઢુ જોવાનું ?

તારા સિવાય બીજો કોઈ પેચ લડાવે, તો તારુ ઉતરેલુ મો જોવાનું ?


છોડને હવે પતંગ તારી બકા, મારા વગર ત્યાં શું રહ્યું છે તારે જોવાનું ?

આવને ધાબે કોઈ બહાને, ફીરકી મારી પકડવાની ઈચ્છા પુરી નહી કરવાની ?


વાયડીનીનો થા મા હો, તારુ ફુદુય જો હમણાં કપાઈને રહેવાનું 

સંતાડીને મોકલુ ધાબે લાડુ, શરમાઈને તારે ઈ ખાતુ જ રહેવાનું.


એય જિંદગીભર પેચ તારે આમ સદાય લડાવતું જ રહેવાનું ?

ઈચ્છા નહી કાંઈ હૃદયમાં એકબીજાની કાપ્યા વગર ભેળુ રહેવાની ?


હિંમત તો કર મારા પિતાને કહેવાની, પછી જો કાયમ ફીરકી પકડી રહેવાની

નકર ઊતરે આજ કમુર્હુર્તા ને કાલ તારે વાસી ઉત્તરાયણ જ રહેવાની,


ના ના મારી ફુમતાવાળી તો બસ આ પાવલા સાથે જ રહેવાની

કાલે જ બકા મમ્મી મારી, તારા ઘેર માગુ છે નાખી દેવાની,


અરે વાહ તો તો વાસી ઉત્તરાયણ, ખરેખર મજાની છે રહેવાની 

પછી તો હું ધાબુ પણ કૂદીને, તારી ફીરકી પકડીને જ રહેવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy