STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

ઉત્તરાયણ

ઉત્તરાયણ

1 min
302

આસમાનની બદલાઈ મોસમ, રંગબેરંગી ઊડી પતંગ,              

નયનથી નયન મળ્યા, પેચ દિલનાં ધાબામાં લડયાં,

           

પ્રેમની દોરીથી આસમાને, પતંગ દિલના ઊડ્યા      

 અરમાનો ને આવી પાંખ,ઊંચે આકાશે ઊડ્યા,       

…… આસમાનની બદલાઈ મોસમ    


હવામાં ઝૂમતી પતંગ, લડતી જાએ પવન સંગે,        

સર સર ચીરતી જાય હવાને, ઊંચે ઊડતી જાય આકાશે,

     

ટીચકી મારી ચડે ઊંચે, માનવનું સર ગર્વથી કરે ઊંચે  

ટકે નહી કોઈનું અભિમાન, પળમાં કાપી પાડે નીચે    

 …… આસમાનની મોસમ                 


વાતો કરે વાદળોથી, ધરતીની કથા સંભળાવે,            

પ્રભુ ને શોધે આસમાને, કહેવા દિલની વાત પ્રભુને,

     

મૃદુલ મનની પતંગ જો લથડે, પ્રભુની ટીચકીથી ઊડે      

પડે નીચે ભલે વારે વારે, પ્રભુ કૃપાએ ફરી ચડે ઊંચે.     

…… આસમાનની બદલાઈ મોસમ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational