ઉઠાવી છે કલમ
ઉઠાવી છે કલમ
ઉઠાવી છે કલમ મિત્રો હ્રદય ઉમંગમાં બોળી,
રચી છે મેં ગઝલને રક્તનાં આ રંગમાં બોળી,
તમારાથી અલગ થઇને હવે જાશું અમે પણ ક્યાં ?
રડાવી નૈણનાં સપના વચનને વ્યંગમાં બોળી,
જમાનો છેતરી બેઠો બની જીવતા થયો ધોખો,
કરું સંતાપ શાને હું નસીબો જંગમાં બોળી ?
હવે તો બીક લાગે છે દુવા તેની સફળ થાશે,
જરા મન્નત હું માંગું છું હરખને અંગમાં બોળી,
જમાનોય શું કે'શે વિચારું હુંય વરસોથી,
પછી હું સાંભળું "પલ્લું" મને તરંગમાં બોળી,
