STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy Thriller

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy Thriller

ઉત્સવ

ઉત્સવ

1 min
222

જીવન છે દોસ્ત, ચાલ ઉજવણી કરીએ,

ફરી પાછી જિંદગી અવળી- સવળી કરીએ,


જીવનથી મૃત્યુ સુધી સૌ ઉત્સવ કરીએ,

ચાલ જિંદગી, બાકી શ્વાસોની ઉજવણી કરીએ, 


પ્રણાલી જીવનની કંઈક, ચાલ મજા લઈએ, 

શું ભરોસો મોતનો, જીવન ઉજવી લઈએ, 


શ્વાસ ખૂટે, પહેલાં ઉત્સવ કરી લઈએ,

ચાલ, જિંદગી મોત પાસેથી ઉજવી લઈએ,


"રાહી" શીદને ઉતાવળ જગ છોડવાની કરીએ, 

જતાં જતાં માયલા મોતની ઉજવણી કરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance