ઉતરાયણનો સંદેશ
ઉતરાયણનો સંદેશ
ઉતરાયણ કેટલું શીખવી જાય
આ પતંગ સંગે કેટલું હરખાવી જાય
તલ ને ગોળ ની મજબૂતી એવી
જુદી પાડે ના પડાય
સંબંધોમાં પણ એવો લગાવ રાખો
નાની અમથી વાતથી સંબંધ ના કપાય
કાપવી છે પતંગ તો દોરી મજબુત રાખો
કાપવી છે પતંગ તો નફરતની કાપો
દુરાચારની કાપો જુઠની પતંગ કાપો
જીવન આસમાને છવાયું ઝૂઠની પતંગનું સામ્રાજ્ય ,
દુરાચાર નું સામ્રાજ્ય, સત્ય ની દોરીથી કાપો એ પતંગ
દૂર કરો દુરાચારી દૂર કરો નફરતની આંધી
શેરડીની જેમ મીઠા બનો
અહંકારી સાથે પણ નમ્રતા રાખો
સત્કર્મોનો પવન હમેશા સાથ આપશે
ઉડશે સફળતાના આકાશમાં તમારી જીવન પતંગ
ઉંધીયું પૂરીની માણો મઝા શીખવે ઉંધીયું એમ
જીવન છે સુખ દુઃખ હર્ષ ઉદાસીનો સંગમ
એકલા સુખ કે એકલા દુઃખમાં મજા નહિ
બધું હોય તો લાગે જીવન આમ ઉજાણી જેવું