STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આ જિંદગી

આ જિંદગી

1 min
6

વિચારોના વમળમાં ન ડૂબાડો, અમૂલખ છે આ જિંદગી,

પડકારોની આગમાં શેકાશો તો સોનું બનાવી દેશે આ જિંદગી,


બીજની જેમ ધરામાં દબાશો તો વટ વૃક્ષ બનાવી દેશે આ જિંદગી,

કોયલાની જેમ ધરાનો ભાર ઉચકશો તો હીરો બનાવી દેશે આ જિંદગી,


દરિયા જેવું દિલ રાખી, પડકારોનો સામનો કરશો તો મોતી આપી દેશે આ જિંદગી,

ઝરણાની જેમ સતત દોડ્યે રાખશો તો સફળતાની ચાવી આપી દેશે આ જિંદગી,


પ્રગટાવો દીપ જો કોઈની રાહમાં તો પૂનમનો ચાંદ આપી દેશે તમારી રાહમાં આ જિંદગી,

કંટકો કોઈની રાહ નાં દૂર કરશો તો તમારી રાહમાં ફૂલોની ચાદર બિછાવી દેશે આ જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational