ભૂલ તારી સુધારી જો
ભૂલ તારી સુધારી જો
કરેલી ભૂલને તું મઠારી જો,
કેડી તારી ફરી કંડારી જો,
સઘળા સુખ મળી જશે તને,
કોઈનું જીવન સંવારી જો,
દુઃખ સઘળા છોડી જશે તને,
બસ હિંમતથી લલકારી જો,
સુખ તો તારી ભીતર પડ્યું છે,
બસ એને તું આવકારી જો,
વ્યર્થ નહીં જાય કશુંય તારું,
મળેલી શીખ વર્તનમાં ઉતારી જો,
પરાયા થઈ જશે પોતાના,
પ્રેમની સીમા તું વધારી જો,
ઈશ્વર તો હરેક પળે સાથે છે,
બસ સાચા દિલથી પોકારી જો,
અનુભવોનું કિંમતી ભાથું મળશે,
ભૂલ તારી એકવાર સુધારી જો.
